Alkot HPB Anni besent Krishna Harjivan

Gujarat Theosophical Federation, Bhavnagar

Total Visitors 0 Visited the website

Donate Money

Even the all-powerful Pointing has no control about the blind texts.

Bank Details
Account Number
IFSC Code

Be a Volunteer

The Gujarat theosophical federation, Bhavnagar invites your volunteer services for Ahmedabad, Vadodara, Bhavnagar cities to attend different tasks. You may send a mail to the secretary of GTF along with full academic details & latest photo, contact Nos. Preferably, the resident of above cities & young members may also submit the request letter.

Be A Volunteer

Make Donation

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Become A Volunteer

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Our Vision

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

President's Note

પ્રાસ્તાવિક ધ્યેય પ્રાપ્તિ માટે અગ્રેસર...
ગુજરાત થીઓસોફીકલ ફેડરેશન દ્વારા અનુબંધિત પ્રાસ્તાવિક ધ્યેય માટે આપણે સૌ અગ્રેસર છીએ. આ સંદર્ભે તારીખ 12 ફેબ્રુઆરી સોમવારના રોજ અમદાવાદ થી સવારે છ વાગે પ્રોફેસર શ્રી રમણભાઈ પટેલ ની કારમાં જી.ટી.એફ. પ્રેસિડેન્ટ અને નેશનલ લેક્ચરર શ્રી હર્ષવદન શેઠ, મહામંત્રી શ્રી સી. કે. સોની(વિજાપુર થી સાથે આવ્યા), ખજાનચી શ્રી રમેશચંદ્ર ડોલિયા, અને કારોબારી સભ્ય શ્રી હરીશભાઈ દેસાઈ સાથે પ્રસ્થાન કર્યું. ક્યાંય પણ રોકાયા વગર સૌ પ્રથમ કહીપુર પહોંચ્યા. કહીપુર ગામ શ્રી રમણભાઈ પટેલ નું વતન છે. સવારે લગભગ સવાર 09:00 વાગે પી.એમ.શ્રી શાળા માં પહોંચતા ની સાથે જ આચાર્યશ્રી શૈલેષભાઈ ચૌધરી દ્વારા અમને મીઠો આવકાર આપવામાં આવ્યો. તેમના સ્ટાફના બધા જ શિક્ષક મિત્રો હાજર હતા. તેમના કાર્યાલયમાં અમે ગોઠવાયા. થીઓસોફીકલ સોસાયટી અંગેની વાતોનો દૌર શરૂ થયો. આપણું અગત્યનું માહિતી બ્રોશર સર્વને આપવામાં આવ્યું.

શિક્ષક મિત્રો થીઓસોફીકલ સોસાયટીના સભ્યો બને તે માટે તેઓને આપણા ફોર્મ આપવામાં આવ્યા. મંત્રીશ્રી તેઓના સંપર્કમાં પણ રહેશે.તેઓ અમારા આ વિશિષ્ટ કાર્યથી ખૂબ જ અભિભૂત હતા. અમને તેઓએ નાસ્તો કરાવ્યો. સમગ્ર સંસ્થાની મુલાકાત કરાવી. વિદ્યાર્થીઓ માટેની જુદી જુદી વ્યવસ્થાઓ અમે જોઈ. પાછા જ્યારે સ્ટાફ રૂમમાં આવ્યા ત્યારે તેઓએ અમારા સૌનું સાલ અર્પણ કરીને સન્માન કર્યું.(આ જગ્યાએ જે ફોટાઓ મોકલું છું તે મૂકશો)

પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ ચૌધરી અને તેમના સ્ટાફ મિત્રો આપણા આ અભિગમથી ખૂબ જ ઉત્સાહમાં હતા. આપણા બ્રોશર થી પરિચિત થઈને કેટલાક શિક્ષક મિત્રોએ જાણકારી મેળવવા માટે વાર્તાલાપ પણ કર્યો. શાળાની સ્થાપના, શૈક્ષણિક કાર્ય, તાલુકા કક્ષાએ અન્ય શાળા સાથેના સંબંધો તથા પગાર વહેંચણી વગેરેની વાતો પણ જાણી. ત્યારબાદ 11 વાગે ત્યાંથી અમે વડનગર પહોંચ્યા.

વડનગર ની બદલાયેલી સુરત બહારથી આવનાર મુલાકાતીઓને આકર્ષે છે. તાના-રીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવનું મંદિર, નવા રૂપરંગ સાથે તૈયાર થયેલું રેલ્વે સ્ટેશન, સ્ટેશન ઉપર જળવાયેલું વડાપ્રધાન શ્રી મોદીજીના બાળપણમાં જ્યાં પિતાને ચા ના વ્યવસાયમાં મદદ કરતા હતા તે ટી સ્ટોલ,પ્રાચીન તોરણો તથા ભગવાન બુદ્ધ ના સમયના વિહારના અવશેષો નિહાળ્યા.

વડનગર થી નીકળીને અમે 12:30 વાગે તારંગા હિલ ઉપર આવેલા જૈન તીર્થ સ્થાનમાં પહોંચ્યા. ત્યાં બપોરનું ભોજન લીધું. ત્યાં રૂમ રાખીને રહ્યા. ત્યાં શ્રી રમણભાઈ ના પરિચિત કેટલાક મિત્રોને મળ્યા કે જેઓ ત્યાં સેવા આપતા હતા. થીઓસોફીકલ સોસાયટીના શિબિર અને અભ્યાસ વર્ગ જેવા કાર્યક્રમો વિદ્યાસાગર તપોવન મંદિરમાં શક્ય છે તે અંગેની તપાસ પણ કરી. આરામ કરી સાંજનો સમય ત્યાં વિતાવી, રાત્રે મંદિરમાં આરતી કરી અને વિરામ કર્યો.

બીજા દિવસે 13મી ફેબ્રુઆરીએ સવારે 8:00 વાગે જૈન નવકારશી(સવારનો નાસ્તો) કરીને સતલાસણા જવા નીકળ્યા. 9:30 વાગે શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ, સતલાસણા પહોંચ્યા. પ્રિન્સિપાલ શ્રી જયેશભાઈ બારોટ સાહેબે અમને આવકાર્યા. અગાઉ જે પત્ર જી. ટી એફ. તરફથી લખવામાં આવેલો તેનો ઉલ્લેખ કર્યો. 'થીઓસોફી અને યુવા શક્તિ'વિષય ઉપર વિદ્યાર્થીઓ અમને સાંભળવા ખૂબ જ ઉત્સુક હતાં. અમે તેમને આપણા પ્રાસ્તાવિક ધ્યેયથી અવગત કરાવ્યાં. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર તથા ગુજરાતી વિષયના પ્રોફેસર ની સાથે અમે એક મોટા વર્ગખંડમાં ગયાં. ત્યાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સમયસર ગોઠવાઈ ગયા હતા. પ્રિન્સિપલ શ્રી બારોટ સાહેબે વિદ્યાર્થીઓને અમારો પરિચય કરાવ્યો. અમારા ધ્યેયની વાતો કરી અને અમને પુસ્તકો પ્રદાન કરીને સ્વાગત કર્યું.

પ્રમુખ તરફથી તેમને માહિતી બ્રોશર આપવામાં આવ્યું. ત્યારબાદ વિશેષ પરિચય માટે પ્રોફેસર શ્રી રમણભાઈ પટેલે સૌનો પરિચય કરાવ્યો
.
મહામંત્રી શ્રી સી કે સોની સાહેબ થીઓસોફીકલ સોસાયટી નો વિદ્યાર્થીઓને પરિચય કરાવ્યો. જી ટી એફ પ્રમુખશ્રી હર્ષવદન શેઠે 'થીઓસોફી અને યુવા શક્તિ'વિશે અત્યંત રસપ્રદ પ્રવચન કર્યું. ઘણી બાબતોની છણાવટ વિદ્યાર્થીઓમાં અત્યંત રસપ્રદ બની રહી. વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓને કેટલાક આનુસંગિક પ્રશ્નો પણ પૂછ્યા. જેઓના ઉત્તર સાચા હતા તેમને આપણું બ્રોશર આપવામાં આવ્યું.

સાથે સાથે શ્રી હરીશભાઈ દેસાઈએ અમદાવાદ લોજ દ્વારા જે પુસ્તકો આપવામાં આવેલા તેનું પણ તેમણે વિતરણ કર્યું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખરેખર અનોખો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સોસાયટીના સભ્ય બનવા માટે પણ ઉત્સુકતા બતાવી. છેલ્લે ખજાનચી શ્રી રમેશચંદ્ર ડોલિયા સાહેબે પોતાની આગવી શૈલીમાં આભાર વિધિ કરી. કાર્યક્રમ પૂરો થયા પછી પ્રિન્સિપલ શ્રી જયેશભાઈ બારોટ નો ખાસ આભાર માનીને જે કોઈ યુવાનોને સભ્ય બનવાની ઈચ્છા હોય, તેઓને માર્ગદર્શન મળી રહે તે માટે મહામંત્રી શ્રી ના ફોન ઉપર સંપર્ક કરવા વિનંતી કરી.

ત્યારબાદ શ્રી રમણભાઈ સાથે અમે અન્ય એક હાયર સેકન્ડરી સ્કુલ ની મુલાકાતે ગયા. આ શાળા નું નામ છે શેઠ સી.એન ઉચ્ચતર માધ્યમિક શાળા- કે.એમ. કોઠારી હાઇસ્કુલ જે સતલાસણા કોલેજથી થોડાક જ અંતરે છે. ત્યાં પણ શિક્ષક મિત્રોને આપણા બ્રોશર્શ આપવામાં આવ્યા. તેઓને અમારી મુલાકાતના ધ્યેયની વાત જણાવી અને સભ્ય બનવા માટેના ફોર્મ્સ પણ આપવામાં આવ્યા.

ત્યારબાદ અમે શ્રીમતી હીરાબેન અમથાલાલ શાહ જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી. ત્યાંના વહીવટ કર્તાઓને મળીને આપણા ધ્યેય અંગેની વાત જણાવી અને આપણું બ્રોશર આપ્યું. તેઓને થીઓસોફી ની વાતોમાં ઘણો રસ પડ્યો.

બપોરે 1:00 વાગ્યા સુધીમાં અમારી મુલાકાતો પૂરી થઈ. ત્યાંના મોટા ગજાના કાર્યકરો શ્રી બાબુભાઈ સોની અને શ્રી બચુભાઈ શાહને મળવાનો અને તેમની સાથે થીઓસોફીકલ સોસાયટીના પ્રચાર પ્રસારના ધ્યેયને અનુલક્ષીને જે આગળ ઉપર કાર્યો કરવાના છે તે અંગેની ચર્ચા થઈ. બપોરના મોડા ભોજન બાદ અમદાવાદ પરત આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમને પોતાની વિશેષ આવડત અને જવાબદારી ભરી રીતે જેમણે સફળતા અપાવી તેવા શ્રી પ્રોફેસર રમણભાઈ પટેલને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. સાથે સાથે કારોબારી સભ્ય શ્રી હરીશભાઈ દેસાઈ ને પણ આપણે બિરદાવીએ છીએ.
મારા સાથી મિત્રો મહામંત્રી શ્રી સી કે સોની અને ખજાનચી શ્રી રમેશભાઈ ડોલીયા ને પણ હૃદય પૂર્વકના ધન્યવાદ ઘટે છે.
નજીકના ભવિષ્યમાં પણ આપણા પ્રાસ્તાવિક ધ્યેયો (Propogations) માટે આપણે સૌ કટિબદ્ધ છીએ.

(પ્રસ્તુતિ: શ્રી હર્ષવદન શેઠ, પ્રમુખ જી ટી એફ)

Secretary's Note

પ્રિય આત્મિયજનો,
સુપ્રભાત !
ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન, ભાવનગર આજથી આધુનિક ટેકનોલોજીથી સુસજ્જિત થવા જઈ રહ્યું છે તે અત્યન્ત હર્ષની વાત છે.
ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન, ભાવનગરની વેબસાઈટ આજથી આરંભ થઈ રહી છે એ ઐતિહાસિક ઘટના માની રહ્યો છું. આ વેબસાઈટ વાસ્તવિક રીતે આપણા દૈનિક કામકાજને સરળ બનાવશે અને તેથી વિશેષ આપણું સ્થૂળ અંતર પણ ઘટશે. અનેક પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવા વિચારેલ છે. વળી બધાંને અદ્યતન માહિતી મળી શકે તે માટે આપણી હરજીવન લોજના કોમ્યુટર અને ભાષાવિદ્ શ્રી દીપક પંડ્યાજીની માનદ્ સેવાઓ સાંપડી છે અને તેમની નોડલ ઓફિસર તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે.
ફેડરેશનની આ વિકાસલક્ષી યાત્રામાં હવે અનેક ક્ષેત્રના તજજ્ઞોની જરૂરીયાત રહેશે અને તે આપણા જ મેમ્બર્સ સહર્ષ સેવાઓ આપી પૂર્ણ કરશે.
હું ફેડરેશનના તમામ સભ્યો/ પદાધિકારીઓ પ્રત્યે તેમના સક્રિય સહયોગની કામના કરવાની સાથે હાર્દિક શુભકામનાઓ વ્યકત કરી રહ્યો છું.
ઈન્ડિયન થિયોસોફિકલ સેક્શન, વારાણસીના પ્રમુખશ્રી માન. પ્રદીપસિંહજીના પ્રેરક સંદેશ માટે કૃતજ્ઞ છું. શ્રી સહદેવભાઈ અને અન્ય મહાનુભાવોના સંદેશાઓ અમારા માટે સદૈવ પ્રેરક બની રહેશે.
શ્રી દીપકભાઈ પંડ્યા અને તેમના સહયોગી મિત્રો જેમણે આ વેબસાઇટના કાર્યને પૂર્ણ કરવા સહયોગ આપી રહ્યા છે તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે.
આપણી વેબસાઈટ ક્રમબદ્ધ રીતે વિકસીત કરવામાં આવશે. તેમાં ગુજરાતીમાં મેનૂ / માહિતી આપવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.
વેબસાઈટ અંગેની વિસ્તૃત જાણકારી પણ અલગથી દરેક લોજને આપવામાં આવશે.
હવે એ પણ જરૂરી બની રહે છે કે દરેક લોજ કોમ્યુટર, પ્રિન્ટર જેવાં પ્રાથમિક જરૂરીયાતના સાધનો પણ વસાવી લે અને લોજના યુવા સભ્યોને તેના ઓપરેશનની જવાબદારી સોંપવાની શરૂઆત કરી દે.
આપણે ફેડરેશનનો ચોમુખી વિકાસ કરવા પ્રતિબદ્ધ થવાનું છે. અને મહાપુરુષો, ગુરુદેવોના પરમ આશિષથી તે
પરિપૂર્ણ થશે એવી શ્રદ્ધા ધરાવી રહ્યો છું.
આપ સૌના સહકારની અભિલાષા સાથે …
વંદન !
સી.કે. સોની,
જનરલ સેક્રેટરી

Nodal Officer's Note

Note
Gujarat Theosophical Federation, Bhavnagar
&
Bombay Theosophical Federation, organize study campat
The Himalayan Study Centre of the Theosophical Society at Bhuwali.
from 20th to 25th May, 2024
The Study of the Book
" MAUN NO NAAD"(Gujarati Version of voice of the silence, by Madam Blavatsky)

About GTF

The Theosophical Society is the organisational body of Theosophy, an esoteric new religious movement. It was founded in New York City, US in 1875. Among its founders were Helena Blavatsky, a Russian mystic and the principal thinker of the Theosophy movement, and Henry Steel Olcott, its first president. It draws upon a wide array of influences among them older European philosophies and movements such as Neoplatonism and occultism, as well as parts of Asian religious traditions such as Hinduism, Buddhism, and Islam.

Know more

Members

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts.

View all members

Guidelines

Download

Instructions

Download

Application form for new member

Download

Be a volunteer